કમલા હેરિસે કોરોના રસી લીધી; જાહેરમાં આવીને

વોશિંગ્ટનઃ અમેરિકાનાં નવાં ચૂંટાયેલાં ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે મંગળવારે ટીવીના લાઇવ પ્રસારણમાં કોવિડ વેક્સિનનો ડોઝ લીધો હતો. તેમણે આ પ્રક્રિયામાં જનતાને વિશ્વાસ કરવા કહ્યું હતું. તેમને આ વેક્સિનનો ડોઝ યુનાઇટેડ મેડિકલ સેન્ટરમાં આપવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં આફ્રિકન-અમેરિકન રહે છે. કોવિડ-19ના રોગચાળાથી દેશભરમાં આફ્રિકન-અમેરિકન કોમ્યુનિટીઝમાં ઊંચા સ્તરે મોત અને બીમારીનું પ્રમાણ જોવા મળ્યું છે. અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદાન વખતે સંકેત આપવામાં આવ્યા હતા કે લોકો કોરાની વેક્સિન લેવા માટે આગળ આવે. લોકોને હું યાદ અપાવવા માગું છું કે તમારી કોમ્યુનિટીમાં યોગ્ય જગ્યાએ તમે વેક્સિન લઈ શકો છો. તમે જે લોકોને જાણો છો એના થકી વેક્સિન પ્રાપ્ત કરી શકો છો, એમ તેમણે અમેરિકી કંપની મોડર્ના દ્વારા ઉત્પાદિત વેક્સિનનો ડોઝ લીધા પછી કહ્યું હતું.

હું લોકોને કહેવા ઇચ્છું છું કે કોરોનાની વેક્સિન લેવા માટે તેમની પાસે વિશ્વાસપાત્ર સ્રોત છે. તેઓ ત્યાંથી વેક્સિનનો ડોઝ લઈ શકે છે. હેરિસ 20 જાન્યુઆરીએ ઇન્ડિયન-અમેરિકન ઉપ-રાષ્ટ્રપ્રમુખપદનો પદભાર ગ્રહણ કરનારા અમેરિકાનાં પ્રથમ મહિલા પણ બની જશે. તેમના પતિ ડગ એમહોફે પણ વેક્સિનનો ડોઝ લીધો હતો.  

આ પહેલાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજયી નીવડેલા જો બાઇડને 21 ડિસેમ્બરે ટેલિવિઝન પર લાઇવ વેક્સિનનો ડોઝ લીધો હતો. જોકે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વાઇરસથી સંક્રમિત થવા છતાં તેમણે રસીકરણ નહોતું કરાવ્યું. અમેરિકાના કોરોના સંક્રમિત લોકોની સંખ્યા મામલે વિશ્વમાં પહેલા ક્રમાંકે છે.