નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલ અને લેબેનોનના હિજબુલ્લા વચ્ચે સીઝફાયર મુદ્દે મજૂતી થઈ છે. બંને દેશોએ અમેરિકી મધ્યસ્થતાવાળી શાંતિ સમજૂતીનો સ્વીકાર કરી લીધો છે. બંને પક્ષોની વચ્ચે દુશ્મનીની સ્થાયી સમાપ્તિના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડને યુદ્ધવિરામની સમજૂતીની ઘોષણાને સારા સમાચાર ગણાવ્યા છે. બંને દેશો વચ્ચે સીઝફાયરના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું હતું.
હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે, જેમાં ઈઝરાયેલ હવે સંમત થયું છે કે તે લેબનોન પર હુમલો નહીં કરે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ ઇઝરાયેલ સરકાર હેઠળની ટોચની નિર્ણય લેતી સંસ્થા યુદ્ધવિરામ માટે સંમત થઈ છે.ઈઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર કરે છે. અમે કરારો લાગુ કરીશું અને કોઈ પણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. નેતાન્યાહુએ કહ્યું છે કે અમે બધા વિજય સુધી એકજૂટ રહીશું.
Today, I have good news to report from the Middle East.
I have spoken to the Prime Ministers of Lebanon and Israel. And I am pleased to announce:
They have accepted the United States’ proposal to end the devastating conflict between Israel and Hezbollah.
— President Biden (@POTUS) November 26, 2024
લેબનોન અને હિજબુલ્લાહ સાથેના યુદ્ધવિરામ અંગે નેતાન્યાહુએ કહ્યું હતું કે અમે હમાસને ખતમ કરવાનું કાર્ય પૂર્ણ કરીશું. અમે અમારા તમામ બંધકોને ઘરે લાવીશું, અમે એ સુનિશ્ચિત કરીશું કે ગાઝા હવે ઈઝરાયેલ માટે ખતરો ન બને અને અમે ઉત્તરના રહેવાસીઓની સુરક્ષા કરીશું.
લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે જો બાઈડને આ શાંતિ સમજૂતીને પૂર્ણ કરવામાં મદદ કરવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો પણ આભાર માન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને X પર ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મારી પાસે મધ્ય પૂર્વ સંબંધિત સારા સમાચાર છે. મેં લેબનોન અને ઈઝરાયેલના વડા પ્રધાનો સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બંને દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવાના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.