સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે 2023માં ભારત દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનશે. તે આ બાબતમાં ચીનને પાછળ પાડી દેશે. 2022ના નવેમ્બર સુધીમાં દુનિયાની વસ્તી આઠ અબજ પર પહોંચશે એવો યૂએનનો અંદાજ છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વિશ્વની વસ્તી 1950ની સાલ પછી એકદમ ધીમી ગતિએ વધી રહી છે. 2030ના વર્ષ સુધીમાં દુનિયાની વસ્તીનો આંક આશરે 8 અબજ 50 લાખ સુધી વધી જવાનો અંદાજ છે. આ આંકડો 2050 સુધીમાં 9 અબજ 70 લાખ અને 2100 સુધીમાં 10 અબજ 40 લાખ સુધી વધી શકે છે.