ભારત પાસે દરેક મોટી સમસ્યાઓનો ઉકેલઃ બિલ ગેટ્સ

વોશિંગ્ટનઃ ભારતે ભવિષ્ય માટે મને આશા આપી છે અને એ વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે.  સાબિત કરે છે કે દેશ પાસે મોટામાં મોટી સમસ્યાઓને એક વારમાં ઉકેલ લાવી શકે છે, પછી ભલે વિશ્વ અનેક સામનો કરી રહી હોય, એમ માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક અને બિલ એન્ડ મેન્લિડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-ચેરમેન બિલ ગેટ્સે તેમના બ્લોગ ગેટ્સ નોટ્સમાં લખ્યું હતું. 

તેમણે તેમના ગેટ્સ નોટ્સમાં લખ્યું હતું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને એનાથી કોઈ સારું પ્રમાણ નથી.  ભારતે સાબિત કર્યું છે કે એ મોટા મોટો પડકારનું સમાધાન કરી શકે છે. દેશે પોલિયોને દેશભરમાંથી નાબૂદ કર્યો છે અને HIV  ટ્રાન્સમિશન ઘટાડ્યું છે. ગરીબીને ઓછી કરી છે અને બાળ મૃત્યુદરમાં કાપ મૂક્યો છે અને સ્વચ્છતા અને નાણાકીય સર્વિસિસની પહોંચમાં વધારો કર્યો છે.

ભારતે વિશ્વના સંશોધનના દ્રષ્ટિકોણને વિકસિત કર્યો છે, જે એ સુનિશ્ચિત કરે છે કે સમાધાન એ લોકો સુધી પહોંચાડ્યું છે, જેની એની જરૂર હતી. ભારતે ડાયેરિયાના અનેક ઘાતક કેસોને અટકાવવા માટે સ્વદેશી રસી બનાવવાનો નિર્ણય લીધો છે. ભારતે રસીને વિતરિત  કરવાવાળી ફેક્ટરીઝ અને મોટા પાયે વિતરણ માટે સપ્લાય ચેઇન માટે નિષ્ણાતો અને ફંડર્સ (ગેટ્સ ફાઉન્ડેશન સહિત)ની સાથે કામ કર્યું છે. ભરાતે 2021 સુધી  એક વર્ષના 83 બાળકોને રોટા વાઇરસની સામે રસી લગાવી હતી અને એ પણ ઓછા ખર્ચે લગાવી હતી અને હવે વિશ્વના અન્ય દેશો એ રસીનો ઉપયોગ કરી રહ્યા છે.