ભારતે UNમાં પાકિસ્તાનને જડબાતોડ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો હતો અને ભારતની ટીકા કરી હતી, પણ ભારત તરફથી ડિપ્લોમેટ ભાવિકા મંગલાનંદને રાઇટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આરોપ લગાવ્યો હતો કે ભારત તરફથી હંમેશાં પાકિસ્તાનને ધમકી મળતી રહે છે. એના જવાબમાં ભાવિકાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ કર્યું હતું. ભાવિકાએ કહ્યું હતું કે દે દેશની ફિંગરપ્રિન્ટ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે, જેણે બંગલાદેશમાં નરસંહાર કરાવ્યો છે, એ UNના મંચ પરથી મજાક કેવી રીતે કરી શકે છે.

ભારતે રાઇટ ટુ રિપ્લાયમાં કહ્યું હતું કે પાકિસ્તાન હજુ પણ અતીતમાં જીવી રહ્યું છે અને તે કાશ્મીરના મુદ્દે વેરવિખેર થઈ ચૂક્યું છે. દુનિયાનો કોઈ દેશ તેનું સમર્થન નથી કરતો. ભારત તરફથી જ્યારે કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી કે કાશ્મીરી પણ વિકાસ અને લોકશાહીના પક્ષમાં મતદાન કરી રહ્યા છે. પાકિસ્તાન જેટલું જલદી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેશે, એટલું પાકિસ્તાનના ભવિષ્ય માટે સારું રહેશે.ટ ભાવિકાએ કહ્યું હતું કે સેના દ્વારા સંચાલિત એક દેશ જે આતંકવાદી, નશીલા પદાર્થો, વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ માટે પ્રસિદ્ધ છે. એણે વિસ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે.

 ભારતીય અધિકારીએ 2008ના મુંબઈ હુમલા અને 2001માં સંસદ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને મુંબઈ, બજારો અને તીર્થ માર્ગો પર હુમલો કર્યો છે. આ યાદી ઘણી લાંબી છે. આવા દેશ ક્યારેય પણ હિંસા વિસે બોલવું એ સૌથી ખરાબ પાખંડ છે.