કેનેડામાં મગજની રહસ્યમય બીમારીથી 48 નાગરિકો સંક્રમિત

ટોરેન્ટોઃ એક બાજુ વિશ્વઆખું કોરોના વાઇરસથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે બીજી બાજુ કેનેડામાં એક અજીબોગરીબ બીમારી ફેલાઈ રહી છે. આ બીમારીથી સંક્રમિત લોકોમાં અનિદ્રા, અંગોમાં શિથિલતા અને મતિભ્રમ જેવાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. કેનેડાના એક વિસ્તારમાં અત્યાર સુધી 48 લોકોમાં આ વિચિત્ર બીમારીનાં લક્ષણો દેખાયાં છે. આમાંથી મોટા ભાગના દર્દીઓએ કોક્ટરોને જે વાત જણાવી છે, એમાં સૌથી સામાન્ય વાત એ છે કે તેમને સપનામાં મૃત્યુ પામેલા લોકો નજરે પડી રહ્યા છે. એની સાથે અનિદ્રા અને કેટલીય પ્રકારની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક આ નવી બીમારીનું કારણ અને અન્ય કારણો માલૂમ કરવામાં લાગી છે.  

આ બીમારીથી વહીવટી તંત્ર પણ હેરાન છે. એ શેને લીધે થઈ રહી છે એ માલૂમ કરવામાં વૈજ્ઞાનિક પ્રયાસ કરી રહ્યા છે. આ બીમારી કોરોના બાદ સામે આવી છે. આ પહેલાં પણ આ પ્રકારના કેસો કેનેડામાંથી સામે આવ્યા છે, પણ આ વખતે આના વધુ કેસો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો પણ આ પ્રકારના કેસોને જોઈને હેરાન-પરેશાન છે.

આ બીમારીને લઈને અત્યાર સુધી કોઈ નક્કર વાત સામે નથી આવી, જેથી આને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ છે. આ બીમારી કેવી રીતે ફેલાય છે, એનું મુક્ય કારણ શું છે? આને લઈને લોકોમાં મતમતાંતરો છે. કેટલાક લોકોનું માનવું ઢું કે એ ખરાબ પર્યાવરણ, પ્રદૂષણને કારણે ફેલાઈ રહ્યું છે.

કેટલાક લોકોનું માનવું છે કે એ માંસાહારથી ફેલાઈ રહી છે તો કેટલાક લોકો એને કોરોના પછી એની અસરથી એને સાંકળી રહ્યા છે. કોરોના સંક્રમણના વધતા કેસોને કારણે આ નવી બીમારી તરફ કોઈનું ધ્યાન નથી ગયું. આવામાં હવે સંક્રમણનું જોખમ વધ્યું છે. ન્યુ બ્રંસવિકના CMOએ આ સંબંધમાં પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.

કોરોના સંક્રમણ પછી કેનેડામાં આ બીમારી સિવાય કેટલાય પ્રકારના સંક્રમણનું જોખમ ફેલાઈ રહ્યું છે.  અત્રે એ નોંધવું જોઈએ કે પાંચ લોકોને મેડ કાઉ ડિસિઝને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. આ બીમારી રેડિયેશનને કારણે ફેલાય છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે એ રસીની આડઅસરને કારણે થઈ છે. જોકે એના પાકા પુરાવા નથી મળ્યા.