વોશિંગ્ટન:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પિચમેન્ટની બધી દરખાસ્તોમાંથી મુકત કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી એવી વ્યક્તિ છે, જેમણે ઇમ્પિચમેન્ટના આરોપ લાગ્યા બાદ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી હોય. અમેરિકી સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પિચમેન્ટના બધા આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધીઓની સામે સત્તાનો અને નાણાંનો કથિત દુરુપયોગ કર્યો હોવાનું ફોર્મલ હાઉસની તપાસમાં બહાર આવતાં તેમની સામે અમેરિકી સેનેટે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમની પર એ પણ આરોપો હતા કે ડિસેમ્બરમાં પદનો દુરુપયોગ કરીને કોંગ્રેસ (સંસદ)ની કાર્યવાહીમાં અડચણો ઊભી કરવી.
વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય વિરોધીઓ જો બોડેન અને તેમના પુત્ર હન્ટરની સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે બદલ ટ્રમ્પે દબાણ આણ્યું હતું અને મિલિટરી સહાય અટકાવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવા બદલ રશિયા નહીં પણ યુક્રેનના પ્રમુખ વોલોડાયમર ઝેલેન્સ્કીનો પણ હાથ હતો.
અમેરિકાના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ અમેરિકન પ્રમુખને હાઉસ સમક્ષ ઊભા કરવામાં આવ્યા હોય અને સેનેટમાં તેમની ટ્રાયલ ચાલી હોય.અમેરિકાના ઇતિહાસમાં આ અગાઉ બે વાર રાષ્ટ્રપતિને દૂર કરવાના પ્રયાસ થયા હતા. જેમાં રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રયુ જોનસનને રાષ્ટ્રપતિપદથી દૂર કરવાના અનેક પ્રયાસ થયા હતા, પરંતુ પહેલો પ્રયાસ સાત જાન્યુઆરી, 1867માં થયો હતો. જેમાં ઓહાયો સ્ટેટના રિપબ્લિક પક્ષના જેમ્સે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો ઠરાવ રજૂ કર્યો હતો. 21 નવેમ્બર, 1867એ હાઉસ જ્યુડિશરી કમિટીએ અમ્પિચમેન્ટનું બિલ રજૂ કર્યું, જેમાં જોનસન સામે અનેક ફરિયાદો વિશાળ સંગ્રહ હતો. ત્યાર બાદ 5 ડિસેમ્બર 1867એ હાઉસમાં મતદાન યોજાયું હતું, જેમાં આ દરખાસ્ત 57 વિરુદ્ધ 108થી ઊડી ગઈ હતી.
અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ સામે બીજી વાર બિલ ક્લિન્ટન સામે મોનિકા લેવેન્સ્કી કૌભાંડ આવ્યાના એક મહિના પહેલાં 5 નવેમ્બર, 1997એ બોબ બારે હાઉસ જ્યુડિશિયરી કમિટી સમક્ષ ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા કરતો એક ઠરાવ રજૂ કર્યો હતો. બારે આક્ષેપ કર્યા હતા કે ક્લિન્ટને ચૂંટણી કેમ્પેન દરમ્યાન વિદેશ સ્રોતો –ખાસ કરીને પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. .