દુનિયાભરના મુસ્લિમોને ચીનનો આંચકો; સેંકડો મસ્જિદો બંધ કરી દીધી

બીજિંગઃ મુસ્લિમ દેશો સાથે ચીનને આમ તો સારા સંબંધો છે, પરંતુ એક અહેવાલ અનુસાર ચીને તેના બે પ્રાંતમાં સેંકડો મસ્જિદોને બંધ કરી દીધી છે અથવા એનો નાશ કરી દીધો છે. હ્યૂમન રાઈટ્સ વોચ નામની સંસ્થાએ એવો દાવો કર્યો છે કે ચીનના નિંગશિયા અને ગાંસુ પ્રાંતોમાં સત્તાવાળાઓ મસ્જિદોની સંખ્યા ઘટાડી રહ્યા છે. સંસ્થાએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ચીનમાં કાં તો મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી રહી છે અથવા એની સંરચના બદલવામાં આવી રહી છે.

આ અહેવાલ વિશે જોકે પાકિસ્તાન સહિતના ઈસ્લામિક દેશો અને ઈસ્લામિક દેશોના સંગઠન OIC એ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીનના ઉત્તર ભાગમાં આવેલા નિંગશિયા અને ગાંસુ પ્રાંતોમાં મુસ્લિમોની ઘણી વસ્તી છે.

ચીનની સરકારે દેશમાં ઈસ્લામના આચરણને પર પ્રતિબંધ મૂકવા માગે છે. તે યોજના અંતર્ગત સેંકડો મસ્જિદોને તે બિનસાંપ્રદાયિક ઉપયોગના સ્થળમાં પરિવર્તિત કરી રહી છે.