ગાઝાઃ ઇઝરાયલ અને હમાસની વચ્ચે અનેક સપ્તાહથી તણાવ હવે હિંસક થઈ ચૂક્યું છે. બંને પક્ષોની વચ્ચે હુમલાઓમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. તાજા અપડેટ મુજબ હમાસે પણ ઇઝરાયલ પર આશરે 100 રોકેટ માર્યા હતા, જેમાં એક ભારતીયનું મોત થયું છે. અહેવાલ છે કે અત્યાર સુધી 35 પેલેસ્ટાઇન અને ત્રણ ઇઝરાયલી પણ માર્યા ગયા છે.
સોમવારે રાતથી અત્યાર સુધી ઇઝરાયલ દ્વારા 300થી વધુ રોકેટ ફેંકવામાં આવ્યા હતા. ઇઝરાયલનું કહેવું છે કે એના વળતા હુમલામાં ગાઝામાં 150 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. મિડિયા અહેવાલો મુજબ આ હુમલાઓમાં મારી ગયેલી મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે. જે છેલ્લાં સાત વર્ષોથી ઇઝરાયલમાં રહી રહી છે. અહેવાલ અનુસાર હુમલાના સમયે સૌમ્યા એક ઘરમાં સિનિયર સિટિઝન મહિલાની સંભાળ કરી રહી છે. આ ઘટનામાં વયોવૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો હતો, પણ સૌમ્યાનું મોત થયું છે. સિનિયર સિટિઝન મહિલા ઘાયલ હતાં, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલે બતાવવામાં આવ્યું હતું કે હમાસ તરફથી રહેણાક ક્ષેત્રોમાં 130 રોકેટ ફેંક્યા હતા. એની સાથે જેરુસેલમમાં હિંસા ફેલાવવાની વાત કહેવામાં આવી છે. ઇઝરાયેલે ગાઝાપટ્ટી પર હુમલા કર્યા હતા. એક મોટી ઇમારતને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં હમાસના ચરમપંથી રહી રહ્યા છીએ. આ દરમ્યાન ત્રણ આંતકવાદીઓનાં મોત થયાં છે.
વર્ષ 2014 પછી બંને પક્ષો તરફથી સૌથી વધુ ઘાતક કાર્યવાહી થઈ છે. ઇઝરાયલ અને પેલેસ્ટિનની વચ્ચે જારી હિંસા દ્વારા વડા પ્રધાન નેતાન્યાહુના લોડ શહેરમાં ઇમર્જન્સીની ઘોષણાની છે.
