પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ મુશર્રફનું અવસાન

દુબઈ/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફનું લાંબા સમયની માંદગીને કારણે દુબઈની હોસ્પિટલમાં અવસાન થયું છે. એમને શરીરના અવયવોમાં એમુલોઈડ નામના પ્રોટીનનો ભરાવો થવાની એમુલોઈડોસીસ નામની બીમારી હતી. એને કારણે એમના અનેક અવયવો કામ કરતા બંધ થઈ ગયા હતા. તેઓ 79 વર્ષના હતા. તેઓ છેલ્લા 9 મહિનાથી દુબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દફનવિધિ માટે એમના પાર્થિવ શરીરને દુબઈથી ખાસ વિમાન દ્વારા પાકિસ્તાન લાવવામાં આવશે.

મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાનના લશ્કરી વડા તરીકે ફરજ બજાવી હતી. તેઓ 2001માં પાકિસ્તાનના 10મા પ્રમુખ બન્યા હતા. એ પદે તેઓ 2008 સુધી રહ્યા હતા.

મુશર્રફનો જન્મ 1943ની 11 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનના ભાગલા પૂર્વે દિલ્હીમાં થયો હતો. બાદમાં એમનો પરિવાર કરાચીમાં જઈને વસ્યો હતો.