નાના એક્વેરિયેમમાં પાગલ થઈ જાય છે માછલીઓઃ કંપનીનો દાવો

પેરિસઃ નાના બાઉલ જેવા એક્વેરિયમમાં માછલીઓ પાગલ થઈ જાય છે અને જલદી મરી જાય છે. આટલું નહીં, કંપની આ પ્રકારે નાના બાઉલ એક્વેરિયમ બનાવવાનું પણ બંધ કરવાનું એલાન કર્યું છે, એવો ફ્રાંસની પેટ કેર કંપની એગ્રોબાયથર્સ લેબોરેટરીનો દાવો છે.  

કંપનીનું કહેવું છે કે એ હવે કમસે કમ 15 લિટરની ક્ષમતાનાં એક્વેરિયમ વેચશે, જેમાં ફિલ્ટરેશન અને ઓક્સિજેનરેશનની સુવિધા પણ હશે. આ ચીજવસ્તુઓ  વિના કોઈ એક્વેરિયમમાં માછલીઓને રાખવી એના પર અત્યાચાર છે. લોકો જુસ્સામાં આવીને બાળકો માટે વારંવાર ગોલ્ડન ફિશ ખરીદે છે, એમ કંપનીના CEO મેથ્યુ લેમ્બેક્સનું કહેવું છે, પણ જો તેમને માલૂમ હોત કે તેઓ અસલમાં એ માછલીઓને કેટલી યાતના આપવાના છે- તો તેઓ ક્યારેય એની ના ખરીદે, કેમ કે વારંવાર ગોલ્ડ ફિશને નાના બાઉલમાં રાખવામાં આવે છે, જેમાં ના તો ફિલ્ટરેશન થાય છે, ના તો ઓક્સિજેનરેશનની વ્યવસ્થા હોય છે. આ સિવાય નાના બાઉલમાં ચક્કર લગાવી-લગાવીને માછલી પાગલ થઈ જાય છે, જેથી જલદી મરી જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે ગોલ્ડ ફિશ વાસ્તવમાં 30 વર્ષ સુધી જીવિત રહી શકે છે અને મોટા એક્વેરિયમ અથવા મુક્ત પાણીમાં આવે તો 35 સેમી સુધી વધી શકે છે.

આર્થિક રીતે એ આત્મઘાતી ફેંસલો છે, કેમ કે કંપનીના ઉત્પાદનોમાં ફ્રાંસનાં બજારોમાં 27 ટકા હિસ્સો છે અને ગયા વર્ષે કંપનીએ સરેરાશ 20 યુરો પ્રતિ બાઉલના હિસાબે આશરે 50,000 બાઉલ વેચ્યાં છે, પણ બાળકોની ખુશી માટે માછલીઓને મોતથી વેચવાથી સારું છે કે નુકસાન કરવું, એમ તેમણે કહ્યું હતું.

ફ્રાંસ એક્વેરિયમ માછલીઓ માટે યુરોપનું સૌથી મોટું બજાર છે. અહીં વર્ષેદહાડે આશરે 23 લાખ માછલીઓનું વેચાણ થાય છે. એ સાથે જર્મની અમને કેટલાય યુરોપીય દેશો બાઉલ એક્વેરિયમ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]