વુહાનની લેબોરેટરીમાંથી કોરોના ફેલાયો નહોતોઃ WHO

સિડનીઃ કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળો મૂળ ક્યાંથી ફેલાયો હતો એની ભાળ મેળવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિષ્ણાતોની એક ટૂકડીને હાલમાં જ ચીનમાં મોકલવામાં આવી હતી. એ ટીમના એક સભ્યએ કહ્યું છે કે ચીનના વુહાન શહેરની કોઈ લેબોરેટરીમાંથી આ વાઈરસ ફેલાયો હોવાની સંભાવના અત્યંત ઓછી છે.

સિડની યૂનિવર્સિટીના પ્રોફેસર ડોમિનીક ડ્વેયરે સંશોધન-આધારિત સમાચારો અને સમીક્ષા ધરાવતા એક પ્રકાશનમાં લખેલા એક લેખમાં જણાવ્યું છે કે કોઈ લેબોરેટરીમાંથી વાઈરસ ફેલાવાયો હોવાના અત્યંત રાજકીય રીતે સંવેદનશીલ વિકલ્પની અમે તપાસ કરી છે. અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે તે વુહાનની કોઈ લેબોરેટરીમાંથી ફેલાયો હોવાની સંભાવના અત્યંત ઓછી છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી પ્રભાવશાળી સંશોધન કેન્દ્ર છે અને તેનું સંચાલન બહુ જ સરસ રીતે કરાય છે.

Image courtesy: Wikimedia Commons