બ્રિટનમાં લોકડાઉનમાં છૂટછાટની શરૂઆત 8 માર્ચથી

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના નવા પ્રકારના કેસો વધી જતાં લોકડાઉન ત્રીજી વાર લાગુ કરવામાં આવ્યું છે. હવે પરિસ્થિતિ સુધરી રહી હોવાથી લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત આવતી 8 માર્ચથી કરવામાં આવશે. વળી, દેશમાં એક-તૃતિયાંશ ભાગનાં વયસ્ક નાગરિકોને કોરોના રસી આપવામાં આવી ચૂકી છે. લોકડાઉનના પગલાંને ધીમે ધીમે પાછા ખેંચવાની શરૂઆત કરવામાં આવશે, એમ વડા પ્રધાન બોરીસ જોન્સનના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે.

વડા પ્રધાન જોન્સને કહ્યું છે કે બાળકો ફરી શાળાએ જતા થાય એ બાબતને સરકાર પ્રાધાન્ય આપશે. મારે એવો સાવચેતીભર્યો અને રદ ન કરવો ન પડે એવો પ્લાન ઘડવો છે કે જેથી વધુ લોકડાઉન લાગુ કરવા ન પડે. લગભગ એક વર્ષ પૂર્વે દેશભરમાં નાગરિકોને પહેલો સ્ટે-હોમ ઓર્ડર આપવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]