આ ટાપુ પરથી જીવતા પાછા ફરવું મુશ્કેલ…

બ્રાસિલિયાઃ વિશ્વમાં કેટલાય પ્રકારના આઇલેન્ડ છે, જ્યાં પ્રવાસીઓ મુલાકાત લેતા રહે છે, પણ કેટલીક જગ્યાઓ એવી પણ છે, જ્યાં વ્યક્તિઓની આવ-જા પર પ્રતિબંધ છે. એક આઇલેન્ડ છે, જેના પર સાપોનો જ વસવાટ છે. આ આઇલેન્ડનું નામ સ્નેક આઇલેન્ડ છે, જેને ઇલ્હા દા ક્યુઇમાડા ગ્રાન્ડે પણ કહેવામાં આવે છે. આમ તો એ બ્રાઝિલનું આ આઇલેન્ડ બહુ સુંદર છે, પરંતુ એ માત્ર 43 હેક્ટરનું નાનું દ્વીપ છે. આ દ્વીપમાં મોટા-મોટા ખડકો છે, જે એને ખૂબસૂરત બનાવે છે.  

આ આઇલેન્ડની વિશેષ વાત એ છે કે અહીં મળી આવતા સાપ વિશ્વમાં ક્યાંય નથી મળતા. વિશ્વના સૌથી ઝેરીલા સાપોનો વસવાટ આ આઇલેન્ડ પર છે. એવું કહેવાય છે કે આ આઇલેન્ડ પરથી વ્યક્તિનું જીવતા પરત ફરવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે. આ આઇલેન્ડ પર બ્રાઝિલિયન નૌસેનાને જવાની મંજૂરી છે. અહીં સાપોની વધતી સંખ્યાને જોતાં અહીં લોકોના આવ-જા પર પ્રતિબંધ છે. સ્નેક આઇલેન્ડ પર વાઇપર, ગોલ્ડન અને લાન્સહેડ જેવા ખતરનાક પ્રજાતિવાળા સાપ મળે છે.

વાઇપર સાપ ઊડવા માટે સક્ષમ હોય છે. એટલા માટે એને ખતરનાક માનવામાં આવે છે. આ સાપોનું ઝેર એટલું ખતરનાક છે, જે વ્યક્તિનું માંસ ગળાવી શકે છે. અહીં અલગ-અલગ પ્રજાતિના ચાર લાખથી વધુ સાપ રહે છે. અહીંના સાપો બહુ દુર્લભ છે. એમની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયા સુધી છે. આ કારણે કકેટલાય ચોરો અહીં ગેરકાયદે આવીને સાપો પકડવા અને એને વૈશ્વિક બજારમાં પ્રયાસ કરે છે.

સમુદ્રના જળ સ્તર વધતાં સાપ આ દ્વીપ પર ફસાઈ ગયા હતા. એ દ્વીપ બ્રાઝિલથી જોડાયેલો છે. અહીં ધીમે-ધીમે સાપોની સંખ્યા વધતી ગઈ અને પછી લોકોને અહીં રહેવું મુશ્કેલ બન્યુ હતું. ત્યારથી આ આઇલેન્ડ સ્નેક આઇલેન્ડ તરીકે ઓળખાવા લાગ્યો. આ આઇલેન્ડનાં પ્રાણીઓ માટે સુરક્ષિત છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]