બ્રેકઅપ પછી દુબઈના શાસકની છઠ્ઠી પત્ની 271 કરોડ રૂપિયા લઈને UAEથી ગાયબ: રિપોર્ટ

દુબઈ:  દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસેને કથિત રીતે 3.10 કરોડ પાઉન્ડ (અંદાજે 270.99 કરોડ રૂપિયા) સાથે UAE  છોડી દીધુ છે. આ સાથે જ બિન્ત અલ હુસેન તેમના બાળકોને પણ સાથે લઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હાલમાં એવુ માનવામાં આવી રહ્યું છે કે, UAEના PM અને વાઈસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતૂમની પત્ની લંડનમાં છુપાઈ છે. એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જર્મનના રાજનૈતિક લોકોએ હુસેનને દુબઈથી બહાર નીકળવામાં મદદ કરી છે. જેથી દુબઈ અને જર્મન વચ્ચે કૂટનીતિક સંકટ ઉભું થઈ શકે છે.

હયા બિન્ત અલ હુસેન જોર્ડનના કિંગ અબદુલ્લાની સોતેલી બહેન છે. આ પહેલા હુસેન જર્મન પણ ભાગી ગઈ હતી. અને ત્યાં તેમણે રાજનીતિક શરણની માગણી કરી હતી. તો હવે તે પોતાના પતિથી તલાકની માગણી કરી રહી છે સાથે એવુ પણ માનવામાં આવે છે કે પોતાની સાથે 3.1 કરોડ પાઉન્ડ સાથે રાખીને તેમની જીંદગીની નવી શરૂઆત કરવા માગે છે.

ઓક્સફર્ડની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હયા બિન્ત હુસેન 20 મે પછી સોશિયલ મીડિયા અને પબ્લિક લાઈફથી ગાયબ થઈ ગઈ હતી. સામાન્ય રીતે તેમના ચેરિટેબલ કાર્યોની તસવીરોથી ભરેલા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ફેબ્રુઆરી બાદથી અપડેટ નથી થયાં.

અરબ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્મન સરકારને UAEના પ્રિન્સેસને પાછા મોકવાનો ઈનકાર કરી દીધો છે. તો આ વચ્ચે એક બીજી ઘટનાની પણ ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. UAEના આ જ PMની દીકરી લતીફાએ પણ પોતાના પિતાથી ભાગવાની કોશિશ કરી હતી. જો કે તેને ભારતીય સમુદ્ર સીમાની નજીક એક હોડીમાંથી પકડવામાં આવી હતી. જે બાદ તે નજર આવી નથી. માનવઅધિકાર સંગઠનોનો દાવો છે કે, લતીફાને દુબઈમાં કેદ રાખવામાં આવી છે.