આજના જમાનામાં મુસલમાન હોવું ખૂબ જ ડરામણું છે: હોલિવૂડ એક્ટર

નવી દિલ્હી-  Rogue One: A Star Wars Story જેવી ફિલ્મોમાં કરી ચૂકેલા દિગ્ગજ હોલિવૂડ એક્ટર રિઝ અહમદ ઉર્ફે રિઝવાન અહમદનું માનવું છે કે, આજના જમાનામાં મુસલમાન હોવું અત્યંત ડરામણું થતું જાય છે. અભિનેતાએ એક જૂના બનાવને શેર કરતાં કહ્યું કે, તેમણે એપ્રિલમાં નસલી જાતીય રૂપે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો આ કારણે તે શિકાગો સ્થિત સ્ટાર વોર્સ સેલિબ્રેશનમાં સામેલ ન થઈ શક્યો.

અમેરિકન મેગેઝિન વેરાયટીના જણાવ્યા અનુસાર અહમદે આ વાત એક પ્રેસકોન્ફરન્સ દરમિયાન કહી. વર્ષ 2018માં ખૂબજ ચર્ચામાં રહેલી હોલિવુડ ફિલ્મ વૈનમ (વિષ)માં ખલનાયકની ભૂમિકા નિભાવી ચૂકેલા અભિનેતાએ વધુમાં કહ્યું કે, અમેરિકાના એક એરપોર્ટ પર તેમની પૂછપરછ કરી. આમ થવું કોઈ દુર્લભ વાત નથી. જ્યારે તે હવાઈ મુસાફરી પર જાય છે ત્યારે વારંવાર એરપોર્ટ પર તેમની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવે છે.

અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું કે, અન્ય હાઈ પ્રોફાઈલ મુસ્લિમ સિતારાઓની સફળતાએ સંયુક્ત રાજ્ય અમેરિકામાં અન્ય મુસલમાનોની દુર્દશામાં મદદ નથી કરી. તેમણે કહ્યું કે, હસમ મિનહજ (જાણીતા અમેરિકી કોમેડિયન) પીબોડી (એક પ્રકારનું પુરસ્કાર) જીતી શકે છે. હું એમી (અમેરિકન એવોર્ડ) જીતી શકુ છું. ઇબ્તિહજ મુહમ્મદ ઓલમ્પિક જીતી શકે છે. પરંતુ તેમાં કેટલાક અવરોધો છે અને આપણે એકલા તેમનો સામનો કરી શકતાં નથી. અભિનેતાએ કહ્યું,  અમને તમારી મદદની જરૂર છે. હું મૂળરૂપે તમારી પાસેથી મદદ માગવા માટે અહીં આવ્યો છું. કારણ કે આજના યુગમાં મુસ્લિમ હોવું ખરેખર ડરામણી બાબત છે.

મહત્વનું છે કે, રિઝ અહમદ સ્ટાર વોર્સ અને વૈનમ જેવી ફિલ્મો ઉપરાંત ‘The Reluctant Fundamentalist’, Britz, Black Gold  અને Hamlet જેવી ડઝનો ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. રિઝ બ્રિટેનના નાગરિક છે અને પાકિસ્તાની મૂળના કાર્યકર્તા છે. એક એકટરના રૂપમાં તે ખૂબ જ ચર્ચિત એમી પુરસ્કાર જીતી ચૂક્યાં છે.