ટ્રમ્પનો જબ્બર વિજયઃ 7 મુસ્લિમ દેશો માટેના ટ્રાવેલ પ્રતિબંધને યુએસ સુપ્રીમ કોર્ટનું સમર્થન

વોશિંગ્ટન – ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા બાદ એમનો સૌથી મોટો વિજય આજે મેળવ્યો છે. દેશની સુપ્રીમ કોર્ટે સાત મુસ્લિમ દેશોને ટાર્ગેટ બનાવીને ત્યાંના લોકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને માન્ય રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે 5 વિરુદ્ધ 4 મત સાથે ચુકાદો આપ્યો છે.

આ સાથે આ ટ્રમ્પ સરકારે ઈમીગ્રેશનને લગતો સુધારિત આદેશ ગેરકાયદે પ્રકારનો મુસ્લિમ પ્રતિબંધ છે કે કેમ એ વિશેના વિવાદનો અંત આવી ગયો છે.

નીચલી અદાલતોએ ટ્રમ્પના નિર્ણયના અમલને અટકાવી દીધો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને નિર્ણયને રદબાતલ કરી દેતાં ટ્રમ્પ ખુશ થશે.

ટ્રમ્પે મુસ્લિમ બહુમતીવાળા સાત દેશોમાંથી લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકતો ઓર્ડર ગયા વર્ષના સપ્ટેંબરમાં આપ્યો હતો. પરંતુ હવાઈ તથા અન્ય રાજ્યોએ એને પડકારતાં મામલો કાનૂની ગૂંચમાં સપડાયો હતો.

ટ્રમ્પે જે સાત મુસ્લિમ દેશોમાંથી લોકોના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે એમના નામ છે – ઈરાક, ઈરાન, સિરીયા, સોમાલિયા, સુદાન, લિબિયા અને યમન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]