ન્યૂયોર્કઃ પોર્ન ફિલ્મોની અભિનેત્રીને ગેરકાયદેસર રીતે પૈસા આપવાના પ્રકરણમાં ધરપકડ કરાયા બાદ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જામીન અરજીને અહીંના મેનહટન શહેરની કોર્ટે મંજૂર ગઈ કાલે રાખી હતી. સુનાવણી બાદ ટ્રમ્પ ફ્લોરિડા પાછા જતા રહ્યા હતા.
આ કેસ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ સાથે બાંધેલા સેક્સ સંબંધોની વાતો ગુપ્ત રાખવા માટે ટ્રમ્પે 2016માં પ્રમુખપદની ચૂંટણી દરમિયાન સ્ટોર્મીને ચૂકવેલા પૈસાને લગતો છે. ખટલા દરમિયાન કોર્ટે ટ્રમ્પ સામેના આરોપ માન્ય રાખ્યા હતા. ટ્રમ્પની સામે 34 ગંભીર ક્રિમિનલ આરોપ મૂકવામાં આવ્યા છે. કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ પૈસા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવાનો કોર્ટે એમને આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા હતા. એક, ટ્રમ્પે એમના ટ્રમ્પ ટાવરના સિક્યુરિટી ગાર્ડને મોઢું બંધ રાખવા માટે 30,000 ડોલર આપ્યા હતા. એક મહિલાને 150 હજાર ડોલર આપ્યા હતા અને પોર્ન સ્ટારને એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.