કેનેડાએ ભારતની-ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 21-ઓગસ્ટ સુધી લંબાવ્યો

ટોરોન્ટોઃ કેનેડાની સરકારે જાહેરાત કરી છે કે ભારતમાંથી આવતી પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ તેણે વધુ એક મહિના માટે લંબાવી દીધો છે. કેનેડાની સરકારે આ ચોથી વખત પ્રતિબંધને લંબાવ્યો છે.

ભારતમાં કોરોનાવાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ ફેલાયો હોવાને કારણે પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો હોવાનું કેનેડાએ જણાવ્યું છે. આ પ્રતિબંધ પહેલી વાર ગઈ 22 એપ્રિલે લાગુ કરાયો હતો. તે 21 જુલાઈએ પૂરો થવાનો હતો, પરંતુ ભારતમાં ડેલ્ટાના કેસ નોંધાતાં કેનેડાએ પ્રતિબંધને લંબાવી દીધો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]