ચીનમાં ફરી કોરોનાનો કહેરઃ બીજિંગના 10 વિસ્તારોમાં લોકડાઉન

બીજિંગઃ ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના 49 નવા કેસો સામે આવ્યા બાદ પાટનગર બીજિંગમાં આ મહામારીને પહોંચી વળવા માટે ફરીથી જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. નવા કેસો પૈકી 36 જેટલા કેસો આજે બીજિંગમાં સામે આવ્યા છે. આ કેસો એ બજારમાંથી સામે આવ્યા છે કે જ્યાંથી શહેરમાં માંસ અને શાકભાજી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનમાં વધતા કેસોને જોતા બીજિંગના 10 જેટલા વિસ્તારોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર સંક્રમણના 10 જેટલા કેસો વિદેશથી આવેલા લોકો સાથે જોડાયેલા છે અને ત્રણ જેટલા કેસો હેબઈ પ્રાંતથી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અત્યારે 177 કોવિડ-19 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 115 લોકોને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે.

ચીનમાં અત્યારસુધી 4634 લોકોના કોરોના વાયરસ સંક્રમણના કારણે જીવ ગયા છે અને 83,181 કેસો સામે આવ્યા છે. આ વચ્ચે બીજિંગમાં શિંફદી બજારને બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં કામ કરનારા તમામ લોકોને તપાસ કરવા અને ત્યાં ગયેલા દરેક વ્યક્તિને બે સપ્તાહ સુધી અલગ જગ્યાએ રહેવાનો આદેશ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]