ચીનમાં કોરોના બેકાબૂઃ 10 દેશોએ લગાવ્યા આકરા પ્રતિબંધ

બીજિંગઃ ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. હોસ્પિટલથી માંડીને સ્મશાન સુધી લોકોની લાઇનો લાગી છે. હોસ્પિટલમાં સારવાર માટે બેડ નથી. ચીન વિશ્વથી કોરોના સંક્રમિતના સાચા આંકડા છુપાવી રહ્યું છે. ચીનનું કહેવું છે કે નવા વર્ષથી કોરોનાથી જોડાયેલા આંકડા મહિનામાં એક જ વાર એ જારી કરશે. જ્યારે WHO ચીન પર રિયલ ટાઇમ કોવિડ ડેટા શેર કરવા માટે દબાણ કરી રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નિષ્ણાતો અને ચીની અધિકારીઓની વચ્ચે કોરોનાની તાજી સ્થિતિને લઈને બેઠક થઈ છે, જેમાં નવા કેસ, રસીકરણ અને સારવાર જેવા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ છે. આ બેઠકમાં સૌથી વધુ ભાર એ વાત પર રહ્યો કે ચીન કોઈ પણ આંકડા વગર છુપાવે વિશ્વ સામે મૂકશે. હાલ તો ચીનમાં વધી રહેલા કેસોએ ચિંતા વધારી છે. એ સાથે એના ડેટા પ્રકાશિત ના થતાં વધુ પરેશાની થઈ છે. ચીનના વૈજ્ઞાનિકોએ અને WHOના નિષ્ણાતોની સાથે ત્રીજી જાન્યુઆરીએ મીટિંગ થવાની છે, જેમાં ચીની અધિકારી જિનોમ સિક્વન્સિંગનો ડેટા રજૂ કરશે.

આ પહેલાં શુક્રવારે WHOના ડિરેક્ટર ટ્રેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે ચીનમાં વધી રહેલી કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે વધુ માહિતી ના હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનમાં કોરોનાના નિયમોમાં ઢીલ દીધા પછી ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. વિવિધ દેશો દ્વારા ચીન પર પ્રવાસના પ્રતિબંધોને લઈને પણ તેમણે તેમના વિચારો પ્રકટ કર્યા હતા.

ચીનમાં સતત વધતા કોરોનાના વધતા કેસો પછી યુરોપીય દેશો- સ્પેન-ઇટાલી પછી ફ્રાંસ અને બ્રિટને પણ ચીનથી આવતા પેસેન્જરો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. ચીન પર 10 દેશોએ આકરા પ્રતિબંધ લગાવ્યા છે.