પાક. દ્વારા ચીનને ગિફ્ટ કરાયેલા સિયાચિન પાસે ચીને બનાવ્યો 36 કિમી રોડ

બિજીંગ- ભારતના સરહદી વિસ્તારોમાં ચીનની વિસ્તારવાદી નીતિનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ખાનગી એજન્સીઓએ માહિતી આપી છે કે, પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં (PoK) ચીન તેના સૈનિક ઠેકાણાઓ માટે રસ્તાનું નિર્માણકાર્ય કરી રહ્યું છે. આ નિર્માણકાર્ય એ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, જે પાકિસ્તાને ચીનને ગિફ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અહીં રસ્તાના નિર્માણ બાદ ચીની સેનાની ભારત સુધીની પહોંચ વધુ સરળ થઈ જશે.PoKની શક્સગમ ઘાટીમાં ચીન રોડ નિર્માણનું કાર્ય કરી રહ્યું છે.આ વિસ્તાર ભારત-ચીન સરહદ એટલેકે વાસ્તવિક નિયંત્રણ રેખા પર (LAC) સિયાચિન પાસે આવેલો છે. આ વિસ્તાર પાકિસ્તાને ચીનને ગિફ્ટ કરેલો છે. જેમાં હવે ચીને રોડ નિર્માણનું કાર્ય શરુ કર્યું છે.

મળતી માહિતી મુજબ ચીન અહીં 35.5 કિમી લાંબા માર્ગનું નિર્માણ કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો શક્સગમ ખીણ પ્રદેશના ઉત્તરી વિસ્તારમાં નવા રસ્તાઓનું બંધકામ જોવા મળ્યું છે. સૂત્રોનું માનીએ તો ચીન અહીં 7 મીટર પહોળી અને આશરે 21.3 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરી ચુક્યું છે. ઉપરાંત હજી 14.5 કિમી રોડના નિર્માણનું કામ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ચીન તેની વિસ્તારવાદી નીતિના કારણે દુનિયામાં જાણીતું છે. તેમાં પણ ભારત સાથે જોડાયેલી સરહદો પર ચીન અવારનવાર બાંધકામ કરતું જોવા મળ્યું છે. ડોકલામ ગતિરોધ બાદ પણ ચીની સેના દ્વારા અહીં કેમ્પ લગાવવા અને સેનાની સુગમતા માટે ચીન દ્વારા અહીં નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]