જન્મદર ઘટી જતાં ચીને 3-સંતાનની નીતિ અપનાવી

બીજિંગઃ ચીનની શાસક ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ જાહેરાત કરી છે કે તે દેશના તમામ દંપતીઓને ત્રણ સંતાન પેદા કરવાની છૂટ આપશે. આ સાથે જ આ દેશે દંપતી દીઠ બે-સંતાનની નીતિનો અંત લાવી દીધો છે. આનું કારણ છે દેશમાં જન્મદરમાં થયેલો ઘટાડો.

ચીનમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. નવી વસ્તી ગણતરીની વિગતો આ મહિને રિલીઝ કરવામાં આવી હતી. દેશમાં ગયા વર્ષે એક કરોડ 20 લાખ બાળકોનો જન્મ થયો હતો, જે 1961ની સાલ પછી સૌથી ઓછો દર છે. ચીનમાં જન્મદર 2017ની સાલથી સતત ઘટતો જોવા મળ્યો છે. આ પહેલાં સરકારે એક-સંતાનની નીતિને બદલાવીને બે-સંતાનની છૂટવાળી નીતિ અપનાવી હતી. હવે તેમાં પણ ફેરફાર કરીને 3-સંતાનની છૂટ આપતી નીતિની જાહેરાત કરી છે.