દ્વિપક્ષી સંબંધો સુધારવાનું ચીન-ભારતે એકબીજાને આપ્યું વચન

બીજિંગઃ ચીની સમાચાર સંસ્થા શિનહુઆના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ ગ્રુપ ઓફ 20 (G20) દેશોના વિદેશ પ્રધાનોના યોજાઈ ગયેલા એક શિખર સંમેલન દરમિયાન ચીન અને ભારતના વિદેશ પ્રધાનોએ બેઠક કરી હતી અને એમાં તેમણે બંને દેશની જનતા વચ્ચે આદાન-પ્રદાન વધારવા, સરહદ પરની તંગ પરિસ્થિતિને હળવી કરવા માટેની યંત્રણા ઘડવા સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર આપવાના મુદ્દે ચર્ચા કરી હતી.

ચીન અને ભારતે સંકલ્પ કર્યો છે કે તેઓ દ્વિપક્ષી સંબંધોને સુધારશે.