વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સત્તાવાર રૂપે દેશમાં કોવિડ19 નેશનલ હેલ્થ ઇમર્જન્સીને સત્તાવાર રૂપે ખતમ કરી દીધી છે. અમેરિકામાં કોવિડ19ને કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં આશરે રૂ. 10 લાખથી વધુ લોકો આ બીમારી માર્યા ગયા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે આ પગલું 11 મે માટે નિર્ધારિત અલગ જાહેર આરોગ્ય ઇમર્જન્સીને પ્રભાવિત નહીં કરશે. જાહેર આરોગ્ય કાર્યક્રમે સરકારે અમેરિકનવાસીઓને મફતમાં કોવિડ19ના પરીક્ષણ, સારવાર અને રસી લેવા માટે સક્ષમ બનાવ્યા હતા.
રોગચાળાના પ્રભાવને ઓછો કરતા અમેરિકાએ મહામારીથી નિપટવામાં મદદ કરવા માટે એને સામાજિક લાભોને વધાર્યા હતા.વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા એક કાનૂન પર હસ્તાક્ષર કર્યા હતા, જે કોવિડ19 રોગચાળાથી સંબંધિત રાષ્ટ્રીય ઇમર્જન્સીને ખતમ કરે છે.
જોકે આ નવો કાયદો રાષ્ટ્રીય ઇમર્જન્સી અને જાહેર આરોગ્યની ઇમર્જન્સીને ખતમ કરે છે, જે પહેલાં ટ્રમ્પ સરકાર દરમ્યાન લાગુ કરવામાં આવ્યા હતા અને બાઇડન વહીવટી તંત્રમાં પણ જારી રહ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ વાર 13 માર્ચ, 2020એ વાઇરસ પર રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરી હતી, જે એ વર્ષની પહેલી માર્ચથી લાગુ હતી. હાઉસે ડેમોક્રેટિક ટેકેદારોએ ફેબ્રુઆરીમાં 229-197 દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને સેનેટે ગયા મહિના 68-23 મતોની સાથે આશરે ડેમોક્રેટસના પક્ષમાં મતદાન કર્યું હતું.