વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને કહ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસની રેસમાં જીત હાંસલ કરવા જઈ રહ્યા છે ચૂંટણીની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ રાજ્યો પેનસિલ્વેનિયા અને જ્યોર્જિયામાં મત ગણતરીમાં પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પથી તેઓ આગળ ચાલી રહ્યા છે. બાઇડન જીતની નિકટ પહોંચી ગયા છે.
538માંથી 264 ઇલેક્ટોરલ કોલેજ વોટ હાંસલ કરી ચૂક્યા છે બાઇડન
ગઈ કાલે રાત્રે બાઇડન 538માંથી 264 ઇલેક્ટોરલ કોલેજ વોટ હાંસલ કરી ચૂક્યા છે. તેમને જીત હાંસલ કરવા માટે હવે માત્ર છ ઇલેક્ટોરલ કોલેજ વોટની જ જરૂર છે. કેટલાંકક રાજ્યોમાં મત ગણતરી પૂરી નહીં થવાને કારણે બાઇડનની જીતની ઘોષણા નથી કરવામાં આવી, પણ અપેક્ષા એવી છે કે અંતિમ ચૂંટણી પરિણામ આવશે ત્યારે તેઓ જ વિજેતા હશે. તેમણે રાતે ડેલોવરના વિલ્મિંગ્ટનમાં ચૂંટણી ઝુંબેશની મુખ્ય ઓફિસથી દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે મારા સાથે અમેરિકાવાસીઓ, હજી જીતની અંતિમ ઘોષણા નથી થઈ, પરંતુ આંકડા જણાવે છે કે આપણે રેસમાં જીતવા જઈ રહ્યા છીએ.
What is becoming clearer each hour is that record numbers of Americans — from all races, faiths, regions — chose change over more of the same.
They have given us a mandate for action on COVID and the economy and climate change and systemic racism.
— Joe Biden (@JoeBiden) November 7, 2020
બાઇડનને 300થી વધુ ઇલેક્ટોરલ કોલેજ વોટ મળવાની આશા
પેનસિલ્વેનિયા, એરિઝોના, નેવાડા અને જ્યોર્જિયામાં છેલ્લા 24 કલાકથી મત ગણતરીમાં મળેલી સરસાઈથી તેમણે કહ્યું હતું કે 300થી વધુ ઇલેક્ટોરલ કોલેજ વોટ મેળવવાની રાહ પર છે.
બીજી બાજુ, ટ્રમ્પે હાર નથી માની અને કહી રહ્યા છે કે જો બાઇડનનો રાષ્ટ્રપ્રમુખ પદ પર જીતનો દાવો ના કરવો જોઈએ. હું પણ દાવો કરી શકું છું. કાનૂની કાર્યવાહી હજી શરૂ થઈ રહી છે.
વર્ષ 2000ની જેમ કોર્ટનો હસ્તક્ષેપ ઇચ્છતા ટ્રમ્પ
ટ્રમ્પ છેલ્લા બે દિવસથી કહી રહ્યા છે કે કોર્ટે જે રીતે 2000માં ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. તેઓ આ વખતે પણ આવું ઇચ્છી રહ્યા છે. એ સમયે જ્યોર્જ ડબ્લ્યુ બુશને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં પાંચ જસ્ટિસે બુશની તરફેણમાં અને ચાર જસ્ટિસોએ તેમની વિરુદ્ધ ફેંસલો આપ્યો હતો. આ સમયે સુપ્રીમ કોર્ટમાં છ સભ્યો કન્ઝર્વેટિવ છે, જેમાંથી ત્રણને ટ્રમ્પને નોમિનેટ કર્યા છે.
I had such a big lead in all of these states late into election night, only to see the leads miraculously disappear as the days went by. Perhaps these leads will return as our legal proceedings move forward!
— Donald J. Trump (@realDonaldTrump) November 6, 2020
ચૂંટણીમાં ગેરરીતિનો દાવો કરનારા ટ્રમ્પે કહ્યું હતું કે અમે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકી સુપ્રીમ કોર્ટે ફેંસલો કરવો જોઈએ. પેન્સિલ્વેનિયાની કોર્ટે મતો પ્રાપ્ત કરવા અને મેલ દ્વારા મતોની ગણતરી કરવા માટે ત્રણ વધારાના દિવસની મંજૂરી આપી હતી. જોકે ટ્રમ્પે આનો વિરોધ કર્યો હતો.