બાઈડનનો ઐતિહાસિક વિજય: ચૂંટાયા અમેરિકાના ૪૬મા પ્રમુખ

વોશિંગ્ટન: સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે. જૉ બાઈડન વિજેતા બન્યા છે. અમેરિકાની અનેક ન્યૂઝ ચેનલોના અહેવાલો અનુસાર  દેશમાં પ્રમુખપદ ચૂંટણી-૨૦૨૦ જીતીને બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ-ઈલેક્ટ બન્યા છે.

ચૂંટણીમાં તેમણે વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે.

પેન્સિલવેનિયા રાજ્યમાં જીત મેળતા જ એમનો ઈલેક્ટોરલ વોટ્સનો આંકડો ૨૭૩ થયો છે, પ્રમુખ બનવા માટે આવશ્યક ૨૭૦ વોટ કરતા પણ વધારે.

ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન બનશે અમેરિકાના ૪૬મા પ્રમુખ. ભારતીય મૂળનાં કમલા હેરિસ બનશે એમનાં ડેપ્યુટી – ઉપપ્રમુખ.

૭૮-વર્ષના બાઈડન જ્યારે ૨૦ જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે ત્યારે અમેરિકાના સૌથી મોટી ઉંમરે પ્રમુખપદ સંભાળનાર નેતા બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]