બાંગ્લાદેશ આ દેશ સાથે મળીને ભારત વિરુદ્ધ રચી રહ્યું છે મોટું ષડયંત્ર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ દરરોજ વધી રહ્યો છે. દરમિયાન, એક એવી ઘટના બની છે જેણે બાંગ્લાદેશ-ભારત સરહદની આસપાસના વિસ્તારની સુરક્ષા સંબંધિત ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશનું બેરક્તર ટીબી 2 ડ્રોન ભારતીય સરહદની નજીક જોવા મળ્યું છે. જે મેઘાલય નજીક ઉડી રહ્યું હતુ. અહેવાલો દર્શાવે છે કે આ ડ્રોન સંભવતઃ ઢાકાના બશર એર બેઝથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે.

IDRW રિપોર્ટ અનુસાર, આ ડ્રોનની ઓળખ ટ્રાન્સપોન્ડર કોડ TB2R1071 દ્વારા કરવામાં આવી છે. આ એ જ ડ્રોન છે, જે પશ્ચિમ બંગાળ પાસે પણ જોવા મળ્યું હતું. આ પછી, પ્રાદેશિક દેખરેખ પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની. ભારતીય સરહદની નજીક બેરક્તર ટીબી 2 ડ્રોનની હાજરી બાંગ્લાદેશ દ્વારા યુએવીની તૈનાતની વધતી જતી પેટર્નનો એક ભાગ છે. જ્યારે બેરક્તર ટીબી 2 ડ્રોન તુર્કીમાં બનેલું ડ્રોન છે. જે મધ્યમ ઊંચાઈ પર લાંબા સમય સુધી ઉડવા માટે સક્ષમ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, આ ડ્રોન બાંગ્લાદેશના ચટગાંવમાં ઝહુરુલ એર બેઝ પર હોવાનું કહેવાય છે. સરહદી વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓને જોતા ચિંતા વધી ગઈ છે કે શું બાંગ્લાદેશ નજર રાખી રહ્યું છે અને જો હા તો શા માટે? Bayraktar TB-2  ડ્રોન હાઇ-ડેફિનેશન વિડિયો અને થર્મલ ઇમેજ કેપ્ચર કરવાની ક્ષમતાથી સજ્જ છે. એ માર્ગદર્શિત હથિયારથી પણ હુમલો કરી શકે છે. આવા ડ્રોન ચોકસાઈ સાથે રિકોનિસન્સ અને સર્વેલન્સ મિશન કરી શકે છે.

ભારત-બાંગ્લાદેશ તણાવ વચ્ચે અમેરિકાએ આપી સલાહ

અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશને એમના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા વિનંતી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ મીટિંગમાં આ માહિતી આપી હતી. ભારતના વિદેશ સચિવની બાંગ્લાદેશ મુલાકાત અંગેના પ્રશ્નના જવાબમાં મિલરે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે તમામ પક્ષો એમના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલે.