ઈરાકમાં ભીત્તિચિત્રોમાં ભગવાન રામ અને હનુમાન ? ભારતીય પ્રતિનિધિઓએ પુષ્ટિ કરી

બગદાદઃ ઈરાકમાં એક મ્યૂરલ મામલે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ભગવાન રામ દેખાઈ રહ્યાં છે. મ્યૂરલ 200 ઈસા પૂર્વની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અયોધ્યા રીસર્ચ સેન્ટર અનુસાર, તાજેતરમાં ઈરાક ગયેલા ભારતના એક પ્રતિનિધિમંડળે આની પુષ્ટિ કરી છે. મ્યૂરલને દરબંદ-એ-બેલુલા દીવાલમાં ઢાળવામાં આવ્યું છે.

તસવીરમાં ખુલ્લી છાતીવાળા રાજાના હાથમાં ધનુષ્ય દેખાડવામાં આવ્યું છે. તેમની એક બાજુ બાણ અને તેમના કમરબંધમાં એક ખંજર અથવા નાની તલવાર છે. તેમની સાથે એક વ્યક્તિ હાથ જોડીને તેમની પાસે બેઠાં છે, આ તસવીર હનુમાનજી મહારાજ જેવી દેખાઈ રહી છે.

ઈરાકી વિદ્વાન માને છે કે મ્યૂરલ ચિત્ર એક પહાડી જન સમુદાયના પ્રમુખ તારદુન્નીનું છે. ઈરાંકમાં ભારતીય રાજદૂત પ્રદીપસિંહ રાજપુરોહિતની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ઉત્તર પ્રદેશ સંસ્કૃતી વિભાગની એક રીસર્ચ સંસ્થા, અયોધ્યા રીસર્ચ સેન્ટરના આગ્રહ પર આ કાર્યવાહી કરી છે. એબ્રિલ વાણિજ્ય દૂતાવાસમાં ભારતીય રાજદૂત ચંદ્રમૌલી કર્ણ, યૂનિવર્સિટી ઓફ સુલેમાનિયા અને ઈરાકમાં કુર્દિસ્તાની ગવર્નરે પણ આ ઝૂંબેશમાં ભાગ લીધો છે.

અયોધ્યા રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર યોગેન્દ્રપ્રતાપસિંહે કહ્યું કે બેલૂલા દર્રેમાં ભગવાન રામની તસવીરના વાસ્તવિક સબૂત મળ્યાં છે. પરંતુ આ પ્રતિનિધિમંડળે ભારત અને મેસોપોટામિયાઈ સંસ્કૃતિમાં સંબંધ શોધવાની અને વિસ્તૃત અધ્યયન કરવા માટે ચિત્રાત્મક પુરાવા લીધાં છે.