ભારતીય-કામદારને ઓછો પગાર આપીને ઓસ્ટ્રેલિયન કંપની ફસાઈ

મેલબોર્નઃ 2021માં એક ભારતીય અને એક પાકિસ્તાની સહિત ચાર કામદારોને ઓછો પગાર આપવા બદલ એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની તથા એના ડાયરેક્ટર સામે ઓસ્ટ્રેલિયાની નિયામક સંસ્થા ફેર વર્ક ઓમ્બડ્સમેન (FWO)એ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

કામદારોમાં એક સોફ્ટવેર એન્જિનીયર છે, એક સોફ્ટવેર ડેવલપર છે, એક યૂઝર એક્સપીરિયન્સ ડિઝાઈનર છે અને એક યૂઝર ઈન્ટરફેસ/યૂઝર એક્સપીરિયન્સ ડિઝાઈનર છે. તેઓ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા આવ્યા છે. એમણે નોંધાવેલી અરજીને પગલે નિયામક સંસ્થાએ મેલબોર્ન ડિજિટલ પ્રા.લિ. નામની સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની અને તેના ડાયરેક્ટર જુલિયન સ્મીથ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આગળ જતાં કંપની અને ડાયરેક્ટરને કોર્ટમાં કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.