ભારતની લોકશાહીનાં અમેરિકાએ વખાણ કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને ધર્મોની મહાન વિવિધતાનું ઘર છે.

પ્રાઈસે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય મુદ્દે અમારા વાર્ષિક અહેવાલમાં કેટલીક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના તમામ દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્યની પરિસ્થિતિ પર અમે કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યા છીએ અને આમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તમામ લોકોના ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાના ભારત સરકારે આપેલા વચનનું તે બરાબર પાલન કરે એ માટે તેને પ્રોત્સાહિત કરવાનું અમે ચાલુ જ રાખ્યું છે.