ગાઝામાં ગઈ 7 ઓક્ટોબરથી 8,306 જણ માર્યા ગયા છે

ગાઝા સિટીઃ પેલેસ્ટાઈનના અંકુશ હેઠળના ગાઝા સ્ટ્રીપના ગાઝા શહેર પર સુન્ની ઈસ્લામી ઉગ્રવાદી સંગઠન હમાસનો અંકુશ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગઈ 7 ઓક્ટોબરે ઈઝરાયલની સેનાએ ગાઝા પર હવાઈ હુમલા કર્યા ત્યારથી ઓછામાં ઓછા 8,306 લોકો માર્યા ગયા છે. આમાં 3,457 બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલના તાબા હેઠળના વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનનું શાસન છે. તેના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ગઈ 7 ઓક્ટોબરથી વેસ્ટ બેન્કમાં 121 પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે.