પેઇચિંગઃ અમેરિકા અને ચીન મુદ્દે ટેન્શન ઓછું થવાનું નામ નથી લેતું. અમેરિકા અને ચીન વચ્ચે હમણાં ટ્રેડ વોર માંડ શમ્યું છે, ત્યાં સમુદ્ર સીમામાં પેઇચિંગ અને અમેરિકા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ છે. બંને વચ્ચે હાલ સાઉથ ચીન સી મુદ્દે વિવાદ વધી ગયો છે. ચીને અમેરિકા પર ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા જંગી જહાજવગર મંજૂરીએ એની સીમામાં ઘૂસી આવ્યા હતા. અમેરિકાએ આ સમુદ્રમાં મુક્તપણે ફરવાની આઝાદી છે, એમ કહ્યું છે.
અમેરિકા પર ચીન લાલઘૂમ
ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા સાઉથ ચીન સીમાં અમેરિકાએ જંગી જહાજ મોકલીને ભડકાવવાની કામગીરી કરી છે. અમેરિકાનું USS મૈકકેમ્પબેલ જંગી જહાજ પારાસેલ દ્વીપની પાસે મંગળવારે પસાર થયું હતું. મિસાઇલ હુમલાને તોડી પાડનારું આ જહાજ દ્વીપ પાસે પસાર થવાથી ચીન લાલઘૂમ થયું હતું. પીપલ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે અમેરિકી જહાજ વગર મંજૂરીએ આ દ્વીપ પાસે પસાર થયું હતું.
સાઉથ ચીન સી એક વિવાદગ્રસ્ત જગ્યા
સાઉથ ચીન સી એક વિવાદગ્રસ્ત જગ્યા છે. જેના પર ચીન, તાઇવાન અને વિયેટનામ પોપપોતાના દાવા કરે રાખે છે. જ્યારે અમેરિકા આ સમુદ્રને મુક્ત સમુદ્ધ માને છે. અહીં નેચરલ ઓઇલ અને ગેસ રિઝર્વનો ભંડાર હોવાથી ઇન્ડોનેશિયા, મલેશિયા,ફિલિપિન્સ અને બ્રુનેઇ પણ દાવો કરી રહ્યા છે.
અમેરિકાએ પણ પુષ્ટિ કરી
અમેરિકી નેવીના સાતમા જહાજે સાઉથ ચીન સીમાં પોતાના જંગી જહાજની પુષ્ટિ કરી હતી. નેવીએ આ સમુદ્રમાં ફરવા આઝાદીનો મામલો ગણાવ્યો હતો. નેવીના પ્રવક્ત કમાન્ડર રેનન મોમસને જણાવ્યું હતું કે સાઉથ ચીન સીમાં ગેરકાનૂની દાવાથી આ ક્ષેત્રમાં સમુદ્રની આઝાદીને જોખમ ગણાવ્યું હતું.