ફ્રાંસમાં કોરોનાનો નવો વેરિયેન્ટ B.1.640.2. મળ્યોઃ 12 લોકો સંક્રમિત

પેરિસઃ કોરોના અને ઓમિક્રોનના જોખમ વચ્ચે ફ્રાંસમાં કોરોનાનો એક વધુ નવા વેરિયેન્ટની ઓળખ થઈ છે. આ નવા વેરિયેન્ટથી દક્ષિણી ફ્રાંસમાં 12 લોકો સંક્રમિત મળ્યા છે. વૈજ્ઞાનિકોએ આની ઓળખ B.1.640.2. ના રૂપે કરી છે.આ નવા વેરિયેન્ટમાં અત્યાર સુધી 46 મ્યુટેશન જોવા મળ્યા છે. જોકે એ કેટલો જોખમી છે અને એનાથી સંક્રમણનો દર કેટલો છે, એનો રિપોર્ટ હજી નથી આવ્યો.

વળી, જે વ્યક્તિઓમાં નવો વેરિયેન્ટ માલૂમ પડ્યો હતો કે તેઓ કેમરૂનથી પરત ફર્યા હતા. આવામાં આ નવો વેરિયેન્ટથી સંક્રમણ દક્ષિણ આફ્રિકાના દેશોમાં પ્રસરી શકે છે.

કોરોના રોગચાળાની વિશેષતા એ છે કે એના નવા વેરિયેન્ટ સામે આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા વેરિયેન્ટ બે સ્તરે જોખમી થઈ શકે છે અથવા તો એમાં મૃત્યુદર વધુ થઈ શકે અથવા ફરી સંક્રમણનો દર વધી શકે છે.

તેમનું કહેવું હતું કે જે 12 લોકોમાં નવા વેરિયેન્ટની ઓળખ થઈ છે, એમાં એક અસામાન્ય સંયોજન જોવા મળ્યું છે. 46 મ્યુટેશનની સાથે નવું વેરિયેન્ટ રસીને પણ માત આપી શકે છે. નવા વેરિયેન્ટ ખુદમાં કોરોના રસીને બેઅસર કરવા તૈયાર થઈ રહ્યા છે, એમ તેમનું કહેવું હતું.