પાકિસ્તાનમાં ભારે વરસાદથી 63નાં મોત, 78 લોકો ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 63 લોકોનાં મોત થયાં છે અને 78 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 33 બાળકો, 15 પુરુષ અને 15 મહિલાઓ સામેલ છે, એમ અહેવાલ કહે છે. પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (PDMA)એ કહ્યું હતું કે ખૈબર પખ્તૂનવામાં હાલમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 63 લોકોનાં મોત થયાં છે અને 78 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 મહિલાઓ, 37 પુરુષો અને 24 બાળકો ઇજા પામ્યા છે. પાકિસ્તાનમાં 477 ઘરો તૂટી ગયાં છે અને 2725 મકાન ક્ષતિગ્રસ્ત થયાં છે.

મુખ્ય મંત્રીના નિર્દેશ પર PDMAએ અત્યાર સુધી અસરકારક જિલ્લાઓના વહીવટી તંત્રને રૂ. 11 કરોડ જારી કર્યા છે. એ સાથે નવા વિલય પછી જિલ્લાને રાહત પહોંચાડવા માટે રૂ. 9 કરોડ જારી કરવામાં આવ્યા છે.પેશાવર, ચારસદ્દા, નૌશેરા, ખેબર, લોઅર ચિત્રાલ, ઉપરી ચિત્રાલ, ઉપરી દિર, સ્વાત અને મલકંદ સહિત અનેક જિલ્લાઓમાં ઙારે વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં આ મહિને સામાન્યથી 61 ટકા વધુ વરસાદ થયો છે અને એ દર્શાવે છે કે અહીં પણ જળવાયુ પરિવર્તનની અસર છે. બલૂચિસ્તાનમાં સામાન્યથી 256 ટકા વધુ વરસાદ થયો છે.વર્ષ 2022માં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં હતાં અને એક સમયે પાકિસ્તાનનો એક તૃતીયાંશ હિસ્સો પૂરથી ઘેરાયેલો હતો, એમાં 1739 લોકોનાં મોત થયાં હતાં. એ વખતે પૂરથી 30 અબજ અમેરિકી ડોલરનું નુકસાન થયું હતું. જેનાથી બહાર આવવા પાકિસ્તાન મથામણ કરી રહ્યું છે, એમ અહેવાલ કહે છે.