ન્યુ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં 3000 લોકોએ યોગ કર્યા

ન્યુ યોર્કઃ વિશ્વભરમાં 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવામાં આવે છે. આ સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગા ડેની ધૂમ ભારતમાં જ નહીં, બલકે અમેરિકામાં પણ જોવા મળી છે. રવિવારે (21 જૂને) ન્યુ યોર્કના પ્રતિષ્ઠિત ટાઇમ સ્ક્વેરમાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ટાઇમ્સ સ્ક્વેર 2021માં સોલિસ્ટિસની થિમની સાથે યોગ ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો, જેમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ટાઇમ્સ સ્ક્વેરમાં 3000થી વધુ યોગીઓએ એકસાથે યોગામેટ પર યોગ કરતા જોવા લાયક હતા. આના ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહી છે. ટાઇમ્સ સ્ક્વેરમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસના આ કાર્યક્રમની યજમાની ભારતીય દૂતાવાસે ટાઇમ્સ સ્ક્વેર એલાયન્સની સાથે કરી હતી.

ભારતના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમારા વિશ્વભરના મશહૂર જગ્યા ટાઇમ્સ સ્ક્વેરમાં યોગ દિવસની ઉજવણી એ દર્શાવે છે કે યોગ હવે ગ્લેબલ બની ચૂક્યા છે.

યોગની શરૂઆત પ્રારંભમાં થઈ, પણ વૈશ્વિક વિરાસતનો હિસ્સો છે. યોગ સ્વાસ્થ્ય વિશે છે. પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવા અને જીવન જીવવાનો પ્રકાર છે. યોગ જીવન જીવવાનો એક પ્રકાર છે. આપણે શાંતિપૂર્ણ અને સભ્ય સમાજ માટે યોગ કરવા જોઈએ.

યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેતી રૂચિકા લાલે કહ્યું હતું કે ટાઇમ્સ સ્ક્વેર NYCમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવો એ એક અવિશ્વનીય અનુભવ હતો. શહેરની વ્યસ્ત જિંદગીમાં હજારો યોગીઓને શાંતિનો અનુભવ કરતા જોવા બહુ સારું છે.