કાઠમંડુઃ નેપાળના ધડિંગ જિલ્લાના વિસ્તારો આજે સવારે ત્રણ ધરતીકંપને કારણે હચમચી ગયા હતા. ત્રણેય ધરતીકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4 કરતાં વધારે હતી. પડોશના કાઠમંડુ શહેરમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. સવારે 7.39 વાગ્યે પહેલો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા 6.1 હતી. ત્રણેય આંચકાને કારણે ધડિંગમાં કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે. સદ્દભાગ્યે ક્યાંયથી જાનહાનિનો અહેવાલ નથી.
નેપાળમાં આ વર્ષે અત્યાર સુધીમાં 58 ધરતીકંપ આવી ચૂક્યા છે. તેમની તીવ્રતા 4.0થી લઈને 6.3ની રહી છે.