અફઘાન-યુદ્ધમાં 2500 અમેરિકનો માર્યા ગયા, પણ પરિણામ શૂન્ય

વોશિંગ્ટનઃ અમેરિકાએ આખરે અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પરત ખેંચી લીધા છે. અમેરિકાએ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બે દાયકાના લાંબા સેના મિશનને છેલ્લે ત્વરિત ખતમ કર્યું હતું. અમેરિકી ટોચના જનરલોમાંના એકે અમેરિકાની સ્થિતિ પર દુઃખ અન ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અફઘાન યુદ્ધમાં 2500 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા, પણ પરિણામ શૂન્ય રહ્યું. તાલિબાનોએ હવે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે.

સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ કહ્યું હતું કે અફઘાન યુદ્ધમાં 2500 સૈનિકો માર્યા ગયા હતા, જેથી તેમણે દુઃખ અને ગુસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કાબુલથી ફસાયેલા અમેરિકનોને પરત લાવવાના મિશન દરમ્યાન એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં 13 અમેરિકી સૈનિકોનાં મોત થયાં હતા. અમેરિકામાં 9/11એ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક બાળકો માર્યાં ગયાં હતાં. જેથી આશરે 20 વર્ષ પહેલાં અમેરિકાનો તાલિબાન સાથે સંઘર્ષ શરૂ થયો હતો.

અમેરિકાએ તાલિબાનો સાથેના પ્રારંભિક યુદ્ધમાં સત્તાથી દૂર કર્યા હતા, પણ બે દાયકાના લાંબા સંઘર્ષ છતાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર નિયંત્રણ કરી લીધું હતું. મારું દર્દ અને ગુસ્સો એ શોકગ્રસ્ત પરિવારો માટે છે, જે સૈનિકો અફઘાન યુદ્ધમાં માર્યા ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ બધા વ્યાવસાયિક સૈનિકો પોતાનાં દર્દ અને ક્રોધને કાબૂને કરવાનું જાણે છે. તેઓ મિશન હાથમાં લેવાનું જારી રાખશે. તાલિબાનો સાથેના યુદ્ધમાં અમેરિકાએ આટલાં વર્ષોમાં આઠ લાખ સૈનિકો તહેનાત કર્યા હતા. અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધમાં સામેલ સૈનિકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, જેમાં ચીડિયાપણું અને ક્રોધ સામેલ છે.