ટાઈમ્સ વર્લ્ડ યુનિવર્સિટી-રેન્કિંગ્સ-2022: ટોપ-400માં ભારતની 3 ઈન્સ્ટિટ્યૂટ

લંડન/નવી દિલ્હીઃ ટાઈમ્સ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ-2022 બહાર પાડવામાં આવ્યા છે. આ યાદીમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી સતત છઠ્ઠા વર્ષે ટોચ પર છે. ટોપ-400 શૈક્ષણિક સંસ્થાઓની આ યાદીમાં ભારતની ત્રણ ઈન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ-બેંગલોર (IISc બેંગલોર) 301-350 વર્ગમાં છે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-રોપડ (IIT રોપડ) 351-400ના વર્ગમાં છે જ્યારે આઈઆઈટી-ઈન્દોર 401-500ના વર્ગમાં છે.

યાદીમાં ઓક્સફર્ડ બાદના ક્રમે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવે છે. આ રેન્કિંગ્સ યાદીમાં દુનિયાના 99 દેશોની 1,600 યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.