ઈન્ડિયન ઓઈલના ફોરેન-કરન્સી બોન્ડ્સ આઈએફએસસી પર લિસ્ટ

મુંબઈ તા.2 સપ્ટેમ્બર, 2021: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓએલ)એ તેનાં 2012, 2013 અને 2019માં ઈશ્યુ કરેલાં 40 કરોડ સિંગાપોર ડોલર (એસજીડી) અને 1.4 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટ કર્યાં છે. આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું કે આઈઓએલના પ્રથમ લિસ્ટિંગનું અમે આઈએફએસસી પર સ્વાગત કરીએ છીએ. ઈન્ડિયા આઈએનએક્સની સ્થાપના સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએફએસસી દ્વારા ગ્લોબલ રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવાનું જે વિઝન જોયું હતું એ ક્યારનું હકીકત બની ચૂક્યું છે અને અમે આઈએફએસસીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા પ્રયત્નશીલ છીએ ત્યારે વધુને વધુ ઈશ્યુઅરો આ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરશે એવી અપેક્ષા અમે રાખીએ છીએ.

આ પ્રસંગે આઈએફએસસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ કુમારે કહ્યું કે અમે આઈએફએસસી કોમ્યુનિટીનો હિસ્સો બનવા બદલ ઈન્ડિયન ઓઈલને અભિનંદન પાઠવીએ છીએ. અમે સંપૂર્ણ સસ્ટેઈનેબલ ફાઈનાન્સ ઈકોસિસ્ટમના સર્જન દ્વારા ગ્લોબલ સ્પર્ધાત્મકતા વધારતા અને ઈનોવેટિવ પ્રોડક્ટ ઓફર કરતા રહીએ છીએ. વૈશ્વિક નાણાકીય મથક બનાવવા ગિફ્ટ આઈએફએસસી ખાતે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અમે ગતિશીલ નાણાકીય માહોલ સર્જવા પ્રતિબદ્ધ છીએ.