નવી દિલ્હીઃ હમાસની સાથે બંધકોને છોડવા અને સીઝફાયર (સંઘર્ષ વિરામ) સમજૂતી કર્યાના એક દિવસ પછી ઇઝરાયેલે કહ્યું હતું કે સંઘર્ષ વિરામ સમજૂતી પહેલા અમલમાં નહીં આવે. પહેલાં અપેક્ષા હતી કે બંને પક્ષો ગુરુવાર સુધી કામચલાઉ રીતે યુદ્ધને અટકાવી દેશે.
ઇઝરાયેલના રાષ્ટ્રીય સિક્યોરિટી સલાહકાર તઝાચી હનેગ્બીએ બંધકોને છોડવા માટે કોઈ વિલંબ કરવા માટે હવે કોઈ કારણ નથી. જોકે મિડિયા રિપોર્ટ અનુસાર હજી બંને પક્ષો વચ્ચે કેટલીક બાબતો નક્કી કરવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ચાર દિવસોમાં હમાસે કમસે કમ આશરે 240 બંધકોમાંથી 50ને છોડવાના રહેશે અને સામે પક્ષે ઇઝરાયેલે પેલેસ્ટિનિયન કેદીઓનેને બદલામાં છોડવા પડશે.
બીજી બાજુ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સાથે સૂર પુરાવતાં વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ચાર દિવસ પછી અને હાલમાં થયેલી સમજૂતી બાદ પણ હમાસની વિરુદ્ધ યુદ્ધ જારી રહેશે. ઇઝરાયેલના પબ્લિક બ્રોડકાસ્ટર કેને એક અધિકારીના હવાલાથી જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી પર હમાસ અને મધ્યસ્થી કરનાર કતારે હસ્તાક્ષર નથી કર્યા.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે હમાસ હજી પણ જોખમી છે અને સમજૂતી પૂરી થયા બાદ પણ પેલેસ્ટાઇન ઇસ્લામિક ગ્રુપ સોદા સામે યુદ્ધ જારી રાખવામાં આવશે. લડાઈ હજી ખતમ નથી થઈ, યુદ્ધ હજી પૂરું નથી થયું, એમ તેમણે કહ્યું હતું.