મુંબઈ: કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં થોડાં દિવસો પહેલાં એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ કોન્ફરન્સ ‘વિકસિત ભારત 2047’માં, આ વિષય પર આયોજિત કરવામાં આવી હતી.
મુખ્ય અતિથિ તરીકે ડો. રિચા શર્મા ડેપ્યુટી (ડાયરેક્ટર, ICSSR Ministry of Eduction Government of India) હાજર રહ્યા હતા. તથા અતિથિ વિશેષ તરીકે કે. નંદાકુમાર (પ્રમુખ, Centrols Industries) આવ્યા હતા.
વિદ્યાર્થીઓ, શાખાના સભ્યો અને 268 પ્રતિસ્પર્ધકોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને વિકસિત ભારતના ભવિષ્ય વિષે ચર્ચા કરી હતી.
કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્યા ડો. લીલી ભૂષણના પ્રાસંગિક ઉદ્બબોધનથી થઇ હતી. સંસ્થાના ઉપઆચાર્ય ડો. વી. એસ. કન્નને ઉમળકાથી સહુનું સ્વાગત કર્યું હતું.
બે દિવસીય આ સેમિનારની સફળતા એ સંસ્થાની પ્રગતિનો માપદંડ છે.
