કિયારા સિદ્ધાર્થના વેડિંગ વેન્યૂની ઈનસાઈડ ફુટેજ

જેસલમેર એરપોર્ટથી લઈને સૂર્યગઢ પેલેસ સુધી મીડિયાનો જમાવડો છે. આ હાઈપ્રોફાઈલ લગ્નને કવર કરવામાં આવી રહ્યા છે. હવે લોકો માત્ર કિયારા સિદ્ધાર્થના વેડિંગ વેન્યૂની ઈનસાઈડ ફુટેજની રાહ જોઈ રહ્યા છે જે હવે સામે આવી ગઈ છે. સૂર્યગઢ પેલેસની અંદર શું ચાલી રહ્યું છે અને કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, તે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પેલેસને અંદરથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla


ફૂલોથી કરાયો છે સુંદર શણગાર
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજસ્થાનની સંસ્કૃતિ બતાવવા માટે ખાસ કલાકારોને બોલાવવામાં આવ્યા છે, જેથી આવનારા મહેમાનો આનંદ માણી શકે. ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રંગોળી સૌનું ધ્યાન ખેંચી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla


ચાલી રહી છે સંગીતની તૈયારીઓ
તો પેલેસના જે ભાગમાં કિયારા અને સિદ્ધાર્થની સંગીત સેરેમની યોજાવાની છે, ત્યાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે જ્યાં તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. સંગીત સેરેમની માટે વેન્યૂને ગુલાબી રંગથી શણગારવામાં આવી રહ્યું છે. મોટા-મોટા ઝુમ્મર અને શાનદાર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં, પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લઈને કોઈ માહિતી જાહેર કરવામાં આવી રહી નથી. અત્યાર સુધી એવા સમાચાર હતા કે 6 તારીખે લગ્ન છે પરંતુ હવે જે નવી અપડેટ સામે આવી છે તેના પરથી લાગે છે કે આ કપલ 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. 6 ફેબ્રુઆરીએ સંગીત અને હલ્દીની રસમ યોજાશે.

મહેમાનો પહોંચ્યા રાજસ્થાન
મહેમાનો રાજસ્થાન પહોંચી રહ્યા છે. સવારે શાહિદ કપૂર, મીરા રાજપૂત અને કરણ જોહર લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા, જ્યારે અરમાન જૈન પણ પત્ની સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયા છે. અંબાણી પરિવાર પણ આ લગ્નનો ભાગ બનવા જઈ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]