શારજાહ: અંડર-19 એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. હવે ભારત 8મી ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી.