IND vs SL 2nd ODI : શ્રીલંકા 215 રનમાં ઓલઆઉટ, ભારતને જીત માટે આપ્યો 216 રનનો ટાર્ગેટ

ભારતીય ક્રિકેટ ટીમ 3 મેચની શ્રેણીની બીજી વનડેમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 216 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચમાં મુલાકાતી શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ વનડે નામની જાહેરાત કરી હતી.

ભારતીય બોલરો સામે શ્રીલંકાના બેટ્સમેનો ઘુંટણીએ પડી ગયા હતા અને 215 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 20 રન ફટકાર્યા હતા. જ્યારે નુવેન્દુ ફર્નાન્ડો 50 રન ફટકારી રન આઉટ થયો હતો. તો મેન્ડિસે 34 રનનું યોગદાન આપ્યું હતું. ડી સિલ્વા 0 રન, ચરિથ અસલંકા 15 રન, દાસુન શનાકા 2 રન, હરસંગાએ 21 રન ફટકાર્યા હતા. તો બીજી તરફ ભારતીય ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકે 2 વિકેટ ઝડપી હતી. તો સાથે સાથે અક્ષર પટેલે 1 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. આ સાથે જ શ્રીલંકાએ પણ ટીમમાં બે ફેરફાર કર્યા છે. છેલ્લી વનડેમાં ડેબ્યૂ કરનાર દિલશાન મદુશંકા ખભાની ઈજાને કારણે બહાર છે. તેમના સ્થાને નુવેન્દુ ફર્નાન્ડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

https://twitter.com/BCCI/status/1613439066699362307

ભારતે 2019 પછી ઘરઆંગણે એક પણ વનડે શ્રેણી ગુમાવી નથી. છેલ્લી વખતે તેને ઘરઆંગણે પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 3-2થી પરાજય આપ્યો હતો.રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની નજર કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શ્રેણી જીતવા પર હશે. ગુવાહાટીમાં પ્રથમ વનડે 67 રનથી જીત્યા બાદ યજમાન ટીમ ઉત્સાહમાં છે. પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. રોહિત અને શુભમને અડધી સદીની ઇનિંગ્સ રમી હતી, જ્યારે વિરાટે તેની 45મી ODI સદી ફટકારી હતી.

ઈડન ગાર્ડન્સમાં ભારત વિરુદ્ધ શ્રીલંકાનો રેકોર્ડ

ભારતે ઈડન ગાર્ડન્સમાં કુલ 23 વનડે રમી છે, જેમાં તેણે 12માં જીત મેળવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 8 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. મેચ અનિર્ણિત છે. તે જ સમયે, 2 મેચો રદ કરવામાં આવી છે. જ્યાં આ મેદાન પર બંને ટીમો વચ્ચે ટક્કર થવાની વાત છે તો બંનેએ અહીં 5 વનડે રમી છે જેમાં ભારતનો દબદબો છે. ભારતે 3 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાને એક જીત મળી છે. એક મેચ અનિર્ણિત છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ.

શ્રીલંકા પ્લેઈંગ ઈલેવન:

કુસલ મેન્ડિસ, અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, નુવેન્દુ ફર્નાન્ડો, દાસુન શનાકા (સી), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલાલાગે, લાહિરુ કુમારા, કુસન રાજીથા