IND VS SA : ભારતે આફ્રિકાને જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન-ડે મેચ રમાઈ રહી છે. ભારતે બીજી વન-ડેમાં આફ્રિકાને જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 46.2 ઓવરમાં 211 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રન બનાવવાની જરૂર છે. ભારત તરફથી બે અડધી સદી ફટકારવામાં આવી હતી. સાઈ સુદર્શન અને કેપ્ટન કેએલ રાહુલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી સાંઈ સુદર્શને 62 રન અને કે.એલ.રાહુલે 56 રન ફટકાર્યા હતા. બાકી તમામ ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા.

 

પ્રથમ ODI મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ ODI મેચમાં નવોદિત સાઈ સુદર્શને 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેના સિવાય શ્રેયસ અય્યરે 52 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાંથી અર્શદીપ સિંહે કુલ પાંચ અને અવેશ ખાને 4 વિકેટ ઝડપી હતી. જો આપણે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે ODI ફોર્મેટમાં કુલ 16 શ્રેણી રમાઈ હતી, જેમાંથી ભારતે 7 જીતી હતી અને દક્ષિણ આફ્રિકાએ 6 જીતી હતી.

ભારત:

કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકા:

ટોની ડી જ્યોર્ગી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વેન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરેન હેન્ડ્રીક્સ.