T20 વર્લ્ડ કપ 2024 ની શાનદાર મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આઠમી વખત આમને-સામને મેદાનમાં ઉતરી રહી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન માત્ર એક જ વાર ભારતને હરાવી શક્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વખત હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
It’s 🇮🇳 🆚 🇵🇰 in New York! 🔥
Babar Azam wins the toss and opts to field first against India.#T20WorldCup | #INDvPAK | 📝: https://t.co/OOyMdTA2PT pic.twitter.com/qOV2lTWTzw
— T20 World Cup (@T20WorldCup) June 9, 2024
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. ગ્રુપ-A અંતર્ગત આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મેચ અડધો કલાક મોડી પડી હતી.
આજે ન્યુયોર્કમાં વરસાદની 42% સંભાવના છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. તમને જણાવી દઈએ કે ICCએ ગ્રુપ મેચો માટે રિઝર્વ ડે કે વધારાના સમયની કોઈ જોગવાઈ નથી કરી.
આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોની આ બીજી મેચ છે. અગાઉ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અમેરિકા જેવી નવી ટીમે કારમી હાર આપી હતી. ત્યારથી બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે બીજી તરફ ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે.
પાકિસ્તાને એક ફેરફાર કર્યો
પાકિસ્તાને છેલ્લી મેચ બાદ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે અને આઝમ ખાનને પડતો મુક્યો છે. તેના સ્થાને ઇમાદ વસીમ પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે.
પાકિસ્તાન ટીમ: બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, હરિસ રઉફ.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.