વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ 255 રન પર સમાપ્ત થઈ હતી, આ દરમિયાન શુભમન ગિલે ભારત માટે શાનદાર સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ કોઈને કોઈ રીતે ભારતને 400ની લીડ લેતા અટકાવવામાં સફળ રહ્યું છે.
Stumps on Day 3 in Vizag 🏟️
England 67/1 in the second-innings, need 332 more to win.
An eventful Day 4 awaits 👌👌
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nbocQX36hB
— BCCI (@BCCI) February 4, 2024
હવે જો ઈંગ્લેન્ડને આ મેચ જીતવી હશે તો ઈતિહાસ રચાશે. કારણ કે ભારતમાં ટેસ્ટ ફોર્મેટમાં આટલા મોટા લક્ષ્યનો ક્યારેય પીછો કરવામાં આવ્યો નથી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 67 રન બનાવી લીધા છે, રેહાન અહેમદ અને ઝેક ક્રોલી હાલમાં ક્રિઝ પર હાજર છે, ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે હજુ 332 રન બનાવવા પડશે.
1⃣0⃣4⃣ Runs
1⃣4⃣7⃣ Balls
1⃣1⃣ Fours
2⃣ SixesThat was one fine knock from Shubman Gill! 👏 👏
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YlzDM8vwjb
— BCCI (@BCCI) February 4, 2024
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દાવના હીરો યશસ્વી જયસ્વાલ અને જસપ્રિત બુમરાહ હતા, એક તરફ જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી જ્યારે બુમરાહે 6 વિકેટ ઝડપી હતી.