ઢાકામાં બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રોમાંચક મેચમાં બાંગ્લાદેશનો 5 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમે 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 266 રન જ બનાવી શકી હતી. અંતે ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માએ ટીમને જીત અપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રોહિતે 28 બોલનો સામનો કરીને અણનમ 51 રન બનાવ્યા હતા.
Bangladesh survive Rohit scare to defeat India by five runs, clinch ODI series
Read @ANI Story | https://t.co/VZaDsj8Jcl
#RohitSharma #BANvsIND #INDvsBAN #Cricket #Dhaka pic.twitter.com/iEOAKNAH66— ANI Digital (@ani_digital) December 7, 2022
મહમુદુલ્લાહ અને મેહદી હસનની 148 રનની રેકોર્ડ ભાગીદારી
મેચમાં ભારતની શરૂઆત સારી રહી હતી. ટીમ ઈન્ડિયાએ 69 રનના સ્કોર પર બાંગ્લાદેશના 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. પરંતુ આ પછી મેહદી અને મહમુદુલ્લાએ ભારતીય બોલરો પર તબાહી મચાવી હતી. આ બંને વચ્ચે 165 રનમાં 148 રનની ભાગીદારી નોંધાઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ આ ભાગીદારી તોડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બાંગ્લાદેશે છેલ્લી 5 ઓવરમાં 68 રન બનાવ્યા, ભારતીય બોલરોની ધોલાઈ કરી
ટીમ ઈન્ડિયાના બોલરોએ છેલ્લી 5 ઓવરમાં 68 રન લૂંટી લીધા હતા. આ દરમિયાન મેહદીએ ભારતીય બોલરોને જોરદાર માર માર્યો હતો. તેણે 83 બોલનો સામનો કરીને કુલ 100 રન બનાવ્યા. મેહદીની અણનમ સદીમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારત તરફથી સિરાજે 46મી ઓવરમાં 14 રન આપ્યા હતા. ઉમરાન મલિકે 47મી ઓવરમાં 14 રન આપ્યા હતા. સિરાજે 48મી ઓવરમાં 10 રન આપ્યા હતા. ઉમરાને 49મી ઓવરમાં 14 રન આપ્યા હતા. શાર્દુલે છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા હતા.
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી અને મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યા હતા
ભારત તરફથી શિખર ધવન અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કોહલી 5 રન અને ધવન 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વોશિંગ્ટન સુંદર 11 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 14 રન બનાવીને જતો રહ્યો હતો. આ રીતે ટીમના મહત્વના ખેલાડીઓ કોઈ યોગદાન આપ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. આ પણ ભારતની હારનું એક મોટું કારણ હતું.