અમેરિકન પ્રેસિડન્ટ જો બિડેને દિવંગત પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. જો બિડેને પૂર્વ PMને ‘સાચા રાજકારણી’ અને ‘સમર્પિત જાહેર સેવક’ ગણાવ્યા છે. એક નિવેદન જારી કરતા તેમણે કહ્યું, “આજે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેનો અભૂતપૂર્વ સ્તરનો સહયોગ વડાપ્રધાનની વ્યૂહાત્મક દ્રષ્ટિ અને રાજકીય હિંમત વિના શક્ય ન હોત.”જો બિડેને વધુમાં જણાવ્યું હતું કે, “US-ભારત સિવિલ ન્યૂક્લિયર ડીલને આગળ વધારવાથી લઈને ઈન્ડો-પેસિફિક ભાગીદારો વચ્ચે પ્રથમ ક્વાડ શરૂ કરવામાં મદદ કરવા સુધી, મનમોહન સિંહે ‘અસાધારણ પ્રગતિ’ની જે રૂપરેખા તૈયાર કરી છે જે આવનારી પેઢીઓ માટે બંને દેશને અને દુનિયાને મજબૂત કરવાનું યાદ રાખવામાં આવશે.
જો બિડેને એ પણ યાદ કર્યું કે તેમને 2008માં સેનેટ ફોરેન રિલેશન કમિટીના અધ્યક્ષ તરીકે અને 2009માં USની સત્તાવાર રાજ્ય મુલાકાત દરમિયાન US વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમની ક્ષમતા મુજબ મનમોહન સિંહને મળવાની તક મળી હતી. જો બિડેને કહ્યું, “ડૉ. મનમોહન સિંહે પણ 2013માં નવી દિલ્હીમાં મારી યજમાની કરી હતી. અમે તે સમયે ચર્ચા કરી હતી કે, US-ભારત સંબંધો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. સાથે મળીને, ભાગીદારો અને મિત્રોના રૂપમાં, બંન્ને દેશોએ પોતાના લોકો માટે ડિગ્નિટી અને મોટી તાકાતનો રસ્તો નક્કી કરે છે.”
મનમોહન સિંઘ અને તત્કાલીન US પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે 18 જુલાઈ, 2005ના રોજ કરારના માળખા પર સંયુક્ત ઘોષણા કરી હતી અને તે ઓક્ટોબર 2008માં ઔપચારિક રીતે અમલમાં આવી હતી. ભારત માટે આ એક મોટી જીત હતી. પરમાણુ કરાર પર ડૉ. મનમોહન સિંઘના કડક વલણે પણ ભારત અને USને નજીક લાવવામાં મદદ કરી અને 2008ની આર્થિક મંદી દરમિયાન તેમણે જે રીતે દેશનું સંચાલન કર્યું હતું. તેનાથી તેમને 2009ની લોકસભા ચૂંટણીમાં મદદ મળી અને ફરી એકવાર યુપીએ સરકાર આવી. ભારતની ઊર્જા સુરક્ષા માટે આ એક ઐતિહાસિક પગલું માનવામાં આવતું હતું.